૬૧
સ્થાપના ના વર્ષો
ઈતિહાસ
તા. ૧૪/૦૩/૧૯૬૫, રવિવાર વિક્રમ સંવત ૨૦૨૧, ફાગણ સુદ એકાદશીના રોજ માધાપર લેવા પટેલ જ્ઞાતિ મંડળ સંચાલિત સરસ્વતી વિદ્યાલય ખાતે કચ્છના લેવા પટેલ જ્ઞાતિની એક બેઠક મળી જેમાં સમાજ રચના કરવા નિર્ણય લેવાયો. તા. ૨૬/૧૨/૧૯૬૫ બંધારણ મંજૂર થયું જેને તા. ૨૭/૦૨/૧૯૬૬ ના બહાલ કરાયું. ત્યારથી આજદિન સુધી સમાજે જ્ઞાતિજનો માટે ધો. ૧ થી હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવા પ્રયાસ કર્યો છે તો સમૂહલગ્ન, રમતગમત, પ્રવાસ પર્યટન અને આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક કાર્યો સાકાર થયાં છે. સમાજ વિકાસમાં જ્ઞાતિજનોનો સહિયારો પુરુષાર્થ, શ્રેષ્ઠિવર્ય દાતાઓનો મજબૂત વિશ્વાસ અને સમાજપ્રેમે તન, મન, ધનથી થયેલી અનેક સેવાઓ ચાલકબળ બની છે. આ સંસ્થા વિશ્વવાસી કચ્છી લેવા પટેલ જ્ઞાતિજનોની માતૃ સંસ્થા છે.
પ્રમુખશ્રીઓ
શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ
સ્વ. કરસન દેવશી ગામી
ઈ.સ. ૧૯૬૫ થી ૬૭, ૧૯૭૧ થી ૭૨ અને ૧૯૭૭ થી ૭૮
