Preloader
img
img
સમાજ

શ્રી કચ્છી લેવા પટેલ સમાજ

શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભૂજ શૈક્ષણિક આરોગ્ય સહિતની‌ પ્રવૃતિઓ ની કેન્દ્રવર્તી સંસ્થા છે. સંગઠનના માધ્યમે જ્ઞાતિની સેવા અને આત્મગૌરવ પેદા કરવા સાથે સર્વજન સુખાય સર્વજન હીતાય ના સૂત્ર સાથે કાર્ય થઈ રહ્યા છે. કન્યા કેળવણી માટે ક્ન્યા સંસ્કારધામ,કન્યા વિધામંદિર, કુમારો માટે છાત્રાલય‌સુવિધા સાથેની‌ શાળા, નર્સિંગ કોલેજ, યુવક સંઘના માધ્યમે સનદી અધિકારીઓ માટેના વર્ગો, સરસ્વતી સન્માન, પ્રવાસ પર્યટન, આનંદ દાયક પ્રવૃતિઓ‌ કરવામાં આવે છે. લગ્ન વિષયક પ્રશ્નો ઉકેલ માટે પ્રયાસ કરાય છે. સમૂહ લગ્ન દ્વારા સમય શક્તિ બચાવવા પહેલ કરાઈ છે. તો‌ જીવનસાથી પસંદગી મેળા દ્વારા યોગ્ય પાત્ર પસંદગીનું માધ્યમ બનવા મહત્વાકાંક્ષી પ્રયોગ કરાયા છે. સમાજ લેવા પટેલ જ્ઞાતિની‌ મૂળ સંસ્થા છે. અને તમામ પ્રવૃતિઓ નું ચાલક બળ છે.

સમાજ દ્વારા જ્ઞાતિજનોને સુવિધાકાર્ડ અપાયા છે. જેનાથી સમાજની માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ‌ અને રિસર્ચ સેન્ટરમાં રાહત અપાય છે અત્યાર સુધી સુવિધાકાર્ડના માધ્યમે એકાદ કરોડ રૂપિયાની રાહત અપાઈ‌ ચૂકી છે. જેનો વ્યાપ તમામ જ્ઞાતિજનો‌ સુધી પહોંચી રહ્યો‌ છે.

img img

શ્રી કચ્છી લેવા પટેલ સમાજની પ્રવૃત્તિ