Preloader
img

મુખ્મંત્રીશ્રી નિધિમાં લેવા પટેલ સમાજના 31 લાખ

મહામારીના કપરા કાળમાં એક બાજુ માતૃશ્રી મેઘબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના માધ્યમે સેવાનો ધ્વજ ઊંચે ઊંચે ફરકાવી રહેલા કચ્છી લેવા પટેલ સમાજે 31 લાખની રકમ મુખ્યમંત્રી રાહતકોષમાં આપી હતી. ચેક સ્વીકારતાં કચ્છ સમાહર્તા પ્રવીણા ડી.કે.એ કહ્યું, આપની હોસ્પિટલની સેવા આશીર્વાદરૂપ છે.દેશ ઉપર કુદરતી આપત્તિ હોય કે માનવસર્જિત પડકાર કચ્છના લેઉવા પટેલોએ સરહદ ઉપર પાણીની પાઇપલાઇન પાથરી દીધી છે, જરૂર હતી ત્યારે વરસતા બોંબ વચ્ચે રન-વે રિપેર કરી મહિલા શક્તિનું ગૌરવ વધાર્યું તો હવે કોરોના જેવા તીક્ષ્ણ પ્રહાર સામે લડવા એમ.એમ.પી.જે. હોસ્પિટલની તમામ સેવાઓ જન સામાન્ય સમક્ષ સમર્પિત કરી છે, તો મોભી ગોપાલભાઇ માવજી ગોરસિયાની આગેવાની હેઠળ રૂપિયા 31 લાખનો ચેક ભુજ સમાજ વતી રાષ્ટ્રસેવાર્થે અર્પણ થયો હતો. ચેક આપવા પૂર્વાધ્યક્ષ અરજણભાઇ પિંડોરિયા, મંત્રી કેશરાભાઇ પિંડોરિયા ત્રણેય પાંખો વતી જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મંદિરોએ પહેલ કરી છે પરંતુ સામાજિક રીતે કચ્છમાં આ મોટું દાન છે.

Share: